Monday, November 10, 2008

કહું કેમ મુજને ગમો છો તમે

કહું કેમ મુજને ગમો છો તમે; દિવસ રાત દિલમાં રમો છો તમે

વિચારોમાં મારા સદાયે રહો ; છતાં ક્યાં કદિયે મળો છો તમે

સ્મરણ બસ તમારું કરું રાત દિન; નયનના ઝરુખે રહો છો તમે

ગુન્હો ચાહવાનો કર્યો છે હવે; સજા જોઇએ શું કરો છો તમે

હ્રદય પર મુકી હાથ સાચુ કહો; કદી યાદ મુજને કરો છો તમે

-from Tahuko.com

No comments: